જીવન આપવા દોડતી એમ્બ્યુલન્સે જ 4નો જીવ લીધો, જીવલેણ અકસ્માતનો જુઓ વીડિયો - Four Person Died on the spot

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2022, 10:39 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

શિરુરુઃ કર્ણાટકના શિરુરુ ટોલ ગેટ (Toll Plaza Accident Karnataka) પર એમ્બ્યુલન્સ પલટી જતા 4 વ્યક્તિઓના (Four Person Died on the spot) ઘટના સ્થળે જ મૃત્યું થયા છે. આ ટક્કર એટલી ખતરનાક હતી કે, ડ્રાઈવરની કબીનમાંથી એક વ્યક્તિ દરવાજાના બદલે આગળના કાચમાંથી બહાર આવી હતી. ચાર લોકોના મોત થયા હતા. આ ભયાનક અકસ્માતનું દ્રશ્ય અહીંના સીસીટીવી (Accident CCTV Footage Toll Plaza) કેમેરામાં કેદ થયું હતું. અંદર બેઠેલા દર્દી અને સ્વજન એમ્બ્યુલન્સનો દરવાજો ખુલી જતા બહાર પ્રચંડ વેગ સાથે અથડાયા હતા. કર્ણાટકના હોન્નાવરથી કુંડાપુર તરફ દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ ટોલ નાકા સાથે અથડાઈ અને પલટી ગઈ હતી. જેના પરિણામે શિરુરુ ટોલ ગેટ પર 4 વ્યક્તિઓના મોત થયા છે. ટોલનાકું નજીક આવતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને ગાડી પલટી મારી ગઈ. એમ્બ્યુલન્સને ઝડપથી રસ્તો મળે એ માટે દૂરથી એમ્બ્યુલન્સને આવતી જોઈને ટોલનાકાનો સ્ટાફ બેરીકેટ હટાવવા માટે ગયો હતો. ટોલ સ્ટાફને ઈજા થતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.