શહેરને શુદ્ધ પાણી પુરતા પ્રેશરથી આપવા જળાશયોની મુલાકાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પહોંચ્યા - વડોદરાને શુદ્ધ પાણી
🎬 Watch Now: Feature Video
ચાલુ વર્ષે પણ વડોદરા શહેર જિલ્લાના જળાશયોના સ્તર નીચે ઉતર્યા છે. સાથોસાથ લોકો અને વિસ્તાર વધવાની સાથે પાણીની જરૂરિયાત પણ વધી છે. એક તરફ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીનો( Standing Committee of Vadodara Corporation )કકળાટ છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ દૂર કરવા સિંધરોટમાં નવો પાણીનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો છે. જે જૂન મહિનામાં કાર્યરત(Clean water to Vadodara) થતા પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને રાહતની શક્યતા છે. આ પરિસ્થિતિ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેન્દ્રભાઈ પટેલે આજવા, પ્રતાપપુરા, મહીસાગર અને ખાનપુરમાં નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આજવા સરોવરમાં વધુ પાણીનો સ્ત્રોત કેવી રીતે મેળવી શકાય, પ્રતાપપુરા સરોવરને પાણીના સ્ત્રોત તરીકે વિકસાવવો કે નહીં, આજવા થી નિમેટા સુધીની નવી મુખ્ય પાણીની લાઈનની કામગીરી અને 62 દરવાજા સંદર્ભે નિરીક્ષણ કર્યું છે. ટૂંક સમયમાં વડોદરા વાસીઓને પૂરતા પ્રેશરથી શુદ્ધ પાણી મળી રહે તેવો અમારો પ્રયાસ છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST