Somnath Mahadev: સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો વિવિધ વસ્ત્રોનો મનોહર શણગાર, શિવ ભક્તોએ કર્યા દર્શન - શિવ ભક્તોએ કર્યા દર્શન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-09-2023/640-480-19412210-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Sep 2, 2023, 6:38 AM IST
સોમનાથ: શ્રાવણ મહિનો તેના અંતિમ ચરણો તરફ આગળ વધી રહ્યો છે. સોમનાથ મહાદેવને શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન વિવિધ શણગાર કરીને શોભાયમાન બનાવવામાં આવી રહ્યા છે. સોમેશ્વર મહાદેવને રંગબેરંગી વિભિન્ન વસ્ત્રોના દર્શન શૃંગારથી સોભાયમાન કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ પ્રકારના પિતાંબર રંગબેરંગી પુષ્પો ચંદન સહિત અનેક દ્રવ્યોથી મહાદેવને શૃંગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને શિવ ભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવને શ્રાવણ મહિનામાં શણગાર દર્શનનું પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે તેને લઈને પણ મહાદેવના વિવિધ શૃંગારના દર્શન કરવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સોમનાથ ખાતે પહોંચતા હોય છે. જેમાં સોમેશ્વર મહાદેવને કરવામાં આવેલો વસ્ત્ર શણગારના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.