દુબઈ: 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આઠ ટીમો ભાગ લેવા માટે તૈયાર છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેના માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. 2017 પછી 7 વર્ષ બાદ યોજવા જઈ રહેલ આ ટુર્નામેન્ટના વિજેતાને 2.24 મિલિયન ડોલર (USD) ની જંગી રકમ મળશે, જે આશરે 19.45 કરોડ રૂપિયા થાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા માટે ઇનામ રકમ:
2017 પછી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પાકિસ્તાનમાં યોજવા જઈ રહી છે પણ ભારતની બધી મેચો દુબઈમાં રમાશે વિજેતા ટીમને 19 કરોડ 45 લાખ રૂપિયાની મોટી ઈનામી રકમ મળશે, જે આઈપીએલ 2024 ની ઈનામી રકમ કરતાં પણ વધુ છે.
Breakdown of a grand prize money pool for #ChampionsTrophy 2025 🏆
— ICC (@ICC) February 14, 2025
It’s All On The Line from February 19 🏏
More ➡️ https://t.co/cou1tEePD0 pic.twitter.com/QAturUtEYW
ચેમ્પિયન ટ્રોફીના સેમિફાઇનલિસ્ટને પણ મળશે ઈનામ:
સ્પર્ધાના રનર-અપને $1.12 મિલિયન મળશે, જ્યારે બે હારેલી સેમિફાઇનલ ટીમોને $560,000 મળશે. કુલ ઇનામી રકમ 2017 ની આવૃત્તિ કરતા 53 ટકા વધીને $6.9 મિલિયન થઈ ગઈ.
ICC ને 8 ટીમોને આપશે ઈનામ:
ગ્રુપ સ્ટેજમાં દરેક જીત વિજેતા ટીમને $34,000 કમાશે. સ્પર્ધામાં પાંચમા કે છઠ્ઠા ક્રમે રહેનાર ટીમોને $350,000 મળશે, જ્યારે સાતમા અને આઠમા ક્રમે રહેનાર ટીમોને $140,000 મળશે.
ઉલ્લેખનીય છે કે, 1996 પછી આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાન કોઈ ICC ઇવેન્ટનું આયોજન કરશે. 2025 ની આવૃત્તિમાં આઠ ટીમો ભાગ લેશે, જે ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચાયેલી હશે, જ્યારે દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.
A substantial prize pot revealed for the upcoming #ChampionsTrophy 👀https://t.co/i8GlkkMV00
— ICC (@ICC) February 14, 2025
ICC ના ચેરમેન જય શાહે એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું હતું કે, "ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ રજૂ કરે છે, જે એક એવી ટુર્નામેન્ટને પુનર્જીવિત કરે છે જે ODI પ્રતિભાના શિખરને ઉજાગર કરે છે, જ્યાં દરેક મેચ મહત્વપૂર્ણ છે. નોંધપાત્ર ઇનામ રકમ રમતમાં રોકાણ કરવા અને અમારી ઇવેન્ટ્સની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવવા માટે ICC ની સતત પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે,"
ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી દર ચાર વર્ષે ટોચની આઠ ODI ટીમોની ભાગીદારી સાથે યોજાશે, જ્યારે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027 માં T20 ફોર્મેટમાં ડેબ્યૂ થશે.
આ પણ વાંચો: