Somnath Mahadev Temple: જન્માષ્ટમીના પર્વે સોમનાથ મહાદેવને કૃષ્ણ દર્શન શણગાર કરાયો - Somnath Mahadev Temple Janmashtami
🎬 Watch Now: Feature Video
Published : Sep 8, 2023, 8:17 AM IST
સોમનાથ: જન્માષ્ટમીના પાવન પર્વ પર દેવાધિદેવ સોમનાથ મહાદેવને કૃષ્ણ દર્શન શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી. શ્રાવણ મહિનો હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે જન્માષ્ટમી જેવા અતિ પાવન પર્વે ભગવાન વિષ્ણુના અવતાર સમાન શ્રીકૃષ્ણના દર્શનથી સોમનાથ મહાદેવને શણગારવામાં આવ્યા હતા. ધાર્મિક પરંપરા અનુસાર પૃથ્વીલોકના ભક્તોના દુઃખ અને કષ્ટ દૂર કરવા માટે શ્રી હરિ વિષ્ણુએ કૃષ્ણ અવતાર ધારણ કરીને પૃથ્વી પર ભક્તોના કષ્ટ અને પીડાને દૂર કરવા માટે ખાસ અવતરણ થયા હતા.