નવસારીના જલાલપોરમાં વરસાદી માહોલ વચ્ચે બરફના કરા પડ્યા, લોકોએ બરફની મજા માણી - Snowfall occurred in Jalalpur taluka
🎬 Watch Now: Feature Video


Published : Nov 26, 2023, 10:22 PM IST
નવસારી: સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના જલાલપોર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે બરફના કરા પડ્યા હતા. સાગરા સહિત અનેક ગામોમાં બરફના કરા પડ્યા હતા. દિવસ દરમિયાન મુખ્ય માર્ગ પર કરા પડવાના કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ પોતાના વાહનો થોભાવી મહિલાઓ અને બાળકો સહિત નાના-મોટા દરેકે આકાશમાંથી વરસેલા બરફની મજા માણી હતી. નવસારી જીલ્લો જાણે હિલ સ્ટેશન બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ કરા પડવાના કારણે કેરી, ચીકુ, શેરડી અને ડાંગર પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા. ઉનાળુ ડાંગર પકવવા માટે ખેડૂતો દ્વારા જે ધરૂ ઉગાડવામાં આવ્યું આવ્યું છે તે નષ્ટ થવાની શક્યતા હાલ તો ખેડૂતો સેવી રહ્યા છે.