વડોદરા કારેલીબાગ વિસ્તારમાં દીપડો શોધવા વનવિભાગનું સર્ચ ઓપરેશન - ડ્રોનની મદદ
🎬 Watch Now: Feature Video
વડોદરા કારેલીબાગ વિસ્તારમાં દીપડો શોધવા વનવિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા કારેલીબાગ વિસ્તારમાં દીપડો ( Panther in Vadodara Karelibaug ) દેખાતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. વિશ્વામિત્ર નદીના ગાંધી કોતર વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. સવારે કોઈ પશુપાલક પશુને આ કોતર વિસ્તારમાં ચરાવવા લઈ ગયો હતો ત્યારે તેણેે દીપડો જોયો હોવાની વાત કરતા આ વિસ્તારમાં રહીશો વનવિભાગને ( Vadodara Forest Department ) જાણ કરી હતો. આ વિસ્તારમાં વિભાગના અધિકારીઓની ટીમ આવી પહોંચી હતી. દીપડો શોધવા વનવિભાગનું સર્ચ ઓપરેશન ( Search operation to find panther ) હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓ દ્વારા ડ્રોનની મદદ ( Drones Help ) પણ લેવામાં આવી હતી. વનવિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં દીપડા રહે છે પણ હાલમાં કોઈ પણ પ્રકારના પંજાના નિશાન જોવા નથી મળ્યા જેથી દીપડો શોધવા વનવિભાગનું સર્ચ ઓપરેશન બંધ કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST