સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયોઃ ફળાહાર કરી રહ્યા છે પ્રધાન
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં (Tihar Jail Delhi) તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈનનો નવો વીડિયો સામે આવ્યો છે. બુધવારે ભાજપે લગભગ દોઢ મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયા (Satyendra Jain Viral Video) પર શેર કર્યો છે. જેમાં સત્યેન્દ્ર જૈનને બેરેકની અંદર ભોજન પીરસવામાં આવી રહ્યું છે. એક વ્યક્તિ સતત તેની સેવામાં વ્યસ્ત રહે છે. આ પહેલા જૈનના 4 વીડિયો સામે આવ્યા હતા, જેમાં તે જેલમાં મસાજ કરાવતો જોવા મળ્યો હતો. ભાજપે કહ્યું- મીડિયા માટે વધુ એક વીડિયો સામે આવ્યો છે. બળાત્કારીના મસાજ બાદ સત્યેન્દ્ર જૈન હવે સ્વાદિષ્ટ ભોજનની મજા લેતા જોવા મળે છે. એક પરિચારક તેમને ભોજન પીરસી રહ્યો છે. રિસોર્ટમાં રજાઓ ગાળવાનું મન થાય છે. કેજરીવાલે સુનિશ્ચિત કર્યું છે કે હવાલાબાઝને જેલમાં સજા ન થાય. જોકે, જેલતંત્ર એવો દાવો કરે છે કે, સતત ડાયેટ ફૂડના કારણે એમનું વજન ઘટી ગયું છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST