સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેકટરને દારુ પીધેલી હાલતમાં લોકોએ પકડયા - ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં દારુબંધીના લીરેલીરા ઉડાવતો કિસ્સો અસારવા સિવિલ હોસ્પિટલમાં (Asarwa Civil Hospital) પ્રકાશમાં આવ્યો છે. સિવિલ સ્ટાફ ક્વાટર્સ પાસે સોપાન-8 પાસેની વોર્ડ ઓફિસમાં સિવિલના કર્મચારીઓ દ્વારા દારુની મહેફીલ ચાલી રહી હતી. સ્થાનિક લોકોએ હોબાળો મચાવીને પોલીસને જાણ કરતાં દોડધામ મચી જવા પામી હતી. મેઘાણીનગર પોલીસે સ્થળ પરથી દારુ પીધેલી હાલતમાં સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેકટર તુષારભાઇ ખરાડીને દારુની બોટલ સાથે પકડી પાડીને તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી (Inspector of Civil Hospital was caught drunk) છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST
TAGGED:
Gujarati