સિક્યોરિટીને જોઈને પુષ્પરાજ ઊભી પૂછડીએ ભાગ્યો - Sandalwood tree theft in Vadodar
🎬 Watch Now: Feature Video
વડોદરા MS યુનિવર્સિટીમાં વધુ એક ચંદનનુ વૃક્ષ કપાતા સિક્યુરિટી અને વિજિલન્સ ટીમની નિષ્ફળતા છતી થઈ ગઈ છે. ચંદન ચોર ટોળકી મધરાતે મહારાજા રણજીતસિંહ ડિઝાઈન ઇન્સ્ટીટયુટ જ્યાં ચાલે છે તે કેમ્પસમાં ત્રાટકી હતી. જોકે તસ્કરો ચંદનનું વૃક્ષ કાપીને લઈ જાય ત્યાં સુધીમાં સિક્યોરિટી કર્મચારીઓને જાણ થતા બનાવ સ્થળ પહોચી ગયા હતા. તેથી તસ્કરો કપાયેલા વૃક્ષ પડતું મુકીને ભાગી ગયા હતા. છેલ્લા ચારેક મહિનામાં ચંદનનું વૃક્ષ કાપવાની આ ત્રીજી ઘટના બની છે. તો બીજી તરફ ચંદન ચોરીની હકીકત સપાટી પર ન આવે તે માટે યુનિવર્સિટીની સિક્યુરિટીએ ભારે ધમપછાડા કર્યા હતા. આમ છતાં ચંદન ચોરીના પ્રયાસની ઘટના બહાર આવી ગઈ હતી. યુનિવર્સિટી સિક્યોરિટી માટે દર વર્ષે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે અને આમ છતા ચંદનના વૃક્ષ કપાઈ રહ્યા છે. યુનિવર્સિટીના સત્તાધીશો સિક્યુરિટીની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ ચૂપચાપ બેસીને તમાશો જોઈ રહ્યા તેવી લાગી રહ્યું છે. Sandalwood tree theft in Vadodar, Vadodar MS University, Theft in Vadodar University
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST