Sabarkantha Crime : વાવાઝોડાનો લાભ લઈને ઇડરમાં તસ્કોરોએ 11 દુકાનોના તાળા તોડ્યા - ઇડરના બાલાજી કોમ્પ્લેક્સમાં દુકાનોમાં ચોરી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2023, 8:04 PM IST

સાબરકાંઠા : ઇડરમાં બાલાજી કોમ્પ્લેક્સમાં 11 દુકાનો પર તસ્કરો ત્રાડ ક્યાં હતા. ઉલ્લેખનીય છે કે, વાવઝોડાની આગાહી પૂર્વે ઇડર પંથકમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે લોકો પોતાના ઘરોમાં હોય તેનો લાભ ઉઠાવી તસ્કરો ઇડર બાલાજી કોમ્પલેક્ષની પાછળ આવેલા ટ્રાન્સપોર્ટ, ઓનલાઇન કુરિયર તેમજ બ્લુંડાર્ટ કુરિયરની દુકાનો શટલના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રીનાં સમયે ભારે વરસાદ તેમજ વાવાઝોડાની તક ઉઠાવી દુકાનોમાં ગુસ્સાને દુકાનોમાં આવેલા CCTV કેમેરા, ડી.વી.આર કબાટ, કાચની તોડફોડ કરી હતી. જ્યારે બાલાજી કોમ્પલેક્ષમાં પાછળના ભાગે આવેલી એક બે નહિ 11 દુકાનો નિશાન બનાવી હતી. બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસમાંથી 1 લાખથી વધુ રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ચોરો પ્લાયન થવામાં સફળ રહ્યા હતા. જયારે દુકાન માલિકો જ્યારે પોતાના ધંધા પર આવી દુકાન ખોલવા જતાં દુકાનનું તાળું તૂટેલા હતું. આજુબાજુ તપાસ કરતા એક પછી એક કુલ 11 દુકાનોના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યુ હતું. જેણે લઇ દુકાન માલિકોએ પોલીસને આ ઘટનાની જાણ કરતા પ્લાયન ચોર ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

  1. Surat Crime : સુરત પોલીસ દ્વારા મોબાઇલ સ્નેચીંગ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી, 120 જેટલાં મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા
  2. Rajkot News: રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવીને ઘરકામ કરતી મહિલાએ કરી લૂંટ
  3. Ahmedabad Crime : NRI બનીને આવેલા દંપતી વેપારીને વશીકરણ કરીને ચોરી કરી ફરાર, જૂઓ વીડિયો

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.