Sabar Dairy: સાબર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો, 3 લાખ પશુપાલકોને થશે ફાયદો - સાબર ડેરી
🎬 Watch Now: Feature Video
Published : Oct 29, 2023, 7:15 PM IST
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ જેટલા પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવાર ટાણે જ પશુપાલકોને ફાયદો થાય તે માટે સાબર ડેરી દ્વારા ખરીદ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે છે. સાબરડેરી દ્વારા 830 પ્રતિ કિલો ફેટે પશુપાલકોને ચૂકવવામાં આવતા હતા જેની સામે દસ રૂપિયા ભાવ વધારો કરતા 840 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવામાં આવશે. નવો ભાવ અમલમાં આવ્યા બાદ સાબર ડેરી 4 કરોડ રૂપિયા જેટલા રૂપિયા પશુપાલકોને વધુ ચૂકવશે. આગામી 11 નવેમ્બરથી નવા ભાવનો અમલમાં આવશે.
દૈનિક 28 લાખ લિટર દૂધનું સંપાદન: સાબર ડેરી દ્વારા જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં ચાર વખત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યું છે. સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી અંદાજિત 28 લાખ લિટર દૈનિક દૂધ સંપાદન કરવામાં આવે છે. જોકે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ સાબર ડેરી દ્વારા દૂધ ખરીદવામાં આવતું હોય છે તે તમામ દૂધ 45 લાખ લિટર થાય છે એટલે કે સાબર ડેરી દ્વારા ટોટલ દૈનિક 45 લાખ લિટર દૂધ સંપાદિત કરવામાં આવતું હોય છે. આગામી સમયમાં પણ દૂધની ક્ષમતાને ધ્યાને લઈ ભાવ વધારો કરવામાં આવશે.