RLD ચીફ જયંત ચૌધરીએ આઝમના પુત્ર સાથે કરી મુલાકાત, જાણો મુલાકાત દરમિયાન શું બન્યું - રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી
🎬 Watch Now: Feature Video

રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી (RLD Chairman Jayant Chaudhary) રામપુરમાં સપા નેતા આઝમ ખાનના (SP MLA Abdullah Azam ) ઘરે પહોંચ્યા અને તેમના પુત્ર અને સપાના ધારાસભ્ય અબ્દુલ્લા આઝમને મળ્યા હતા. જયંત ચૌધરી આઝમ ખાનની પત્ની અને પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને મળ્યા અને તેમના દુ:ખમાં ભાગીદાર થયા હતા. લગભગ 1 કલાક ચાલેલી આ બેઠકમાં અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. જયંત ચૌધરીએ આઝમ ખાનની પત્ની અને પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે RLD દરેક સુખ-દુઃખમાં તેમની પડખે છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST