ચાર રાજ્યમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામને લઈને પાટીલે આપ્યું રિએક્શન - ભારતીય જનતા પાર્ટી
🎬 Watch Now: Feature Video


Published : Dec 3, 2023, 1:06 PM IST
નવસારી : જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ચાર રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને પોતાનું રિએક્શન આપ્યું છે.
ચૂંટણી પરિણામો પર પાટીલનું નિવેદન : ચાર રાજ્યમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળી રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે પોતાનું રિએક્શન આપ્યું હતું. જેમાં ગુજરાતની જેમ અન્ય રાજ્યના લોકો પણ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકી રહ્યા છે જેના કારણે બહુમતી મળી છે.
આ રાજ્યમાં જીત જોવા મળી રહી છે : 4 રાજ્યની વિધાનસભામાં ચૂંટણીમાં જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ડંકો વગાડ્યો છે. 4 રાજ્યની ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં જંગી બહુમતીથી જીતી રહ્યા છીએ તેમજ છત્તીસગઢમાં પણ જીત તરફ આગળ વધી રહ્યા છીએ.