રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે RFC ખાતે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ - RFC ખાતે ધ્વજવંદન સમારોહ
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ 75માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને ત્રિરંગાને સલામી આપવામાં આવી. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પણ સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી (flag hoisting ceremony at RFC) કરવામાં આવી હતી. હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટી (RFC) ખાતે સોમવારે 75મા સ્વતંત્રતા દિવસની (75th Independence Day) ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. બાદમાં, સભાને સંબોધતા, તેમણે રામોજી ફિલ્મ સિટીના સ્ટાફને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. ધ્વજવંદન સમારોહમાં રામોજી ફિલ્મ સિટીના MD વિજયેશ્વરી, ETV ભારતના MD બૃહતિ ચેરુકુરી અને સંસ્થાના કર્મચારીઓએ હાજરી આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST