Rain News : સાબરકાંઠામાં મેઘ મલ્હાર, રોડ રસ્તાથી લઈને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા - હવામાન વિભાગ વરસાદની આગાહી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 18, 2023, 3:22 PM IST

સાબરકાંઠા : બિપરજોય વાવાઝોડાની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે, ત્યારે હિંમતનગર, ઇડર, વડાલી, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં મોડી રાત્રેથી ભારે પવન સાથે અવિરત વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સતત ભારે પવન સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં તેમજ ખેતરમાં આવેલા તબેલાની દીવાલ ધરાશાયી થઈ હતી. તો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થયાના સમાચાર પણ પ્રાપ્ત થયાં હતાં. તો બીજી તરફ હિંમતનગર નેશનલ હાઇવેનું કામ મંદ ગતિએ ચાલતા પાણી ભરાવવાની લઈને મુશ્કેલી સર્જાઈ છે. હાઇવે 8 પર પાણી ભરાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત વિજયનગર-ઇડર રોડ પર વાવઝોડા સાથે વરસાદને લઈને ઝાડ પડ્યું ગયું છે. ખેરવાડા અને ટોલ ડુંગરી વચ્ચે ઝાડપડવાને લઈને ટ્રાફિક જામ થયો હતો. તંત્રને જાણ થતા સ્થળ પર પહોંચી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. તેમજ વિજયનગરના સમતેલા પાસે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ઉપાદી વધી છે.

  1. Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડા સામે જીત્યું ગુજરાત, ઝીરો કેઝ્યુલિટીનો દાવો સાચો પડ્યો
  2. Gujarat Cyclone Impact: અત્યાર સુધીમાં 420 થી વધુ વીજપોલને નુકસાની, અનેક વૃક્ષો જમીનદોસ્ત
  3. Cyclone Biparjoy Landfall Impact: દ્વારકામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા PGVCLની 120 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.