સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક - શેત્રુંજી ડેમ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 5, 2022, 10:15 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

ભાવનગરઃ ગિર પંથકમાં સતત પડી રહેલ વરસાદને પગલે શેત્રુંજી નદીમાં વરસાદી પાણીનો ભારે પ્રવાહ શરૂ( Water inflow in Shetrunji Dam)થયો છે. પરીણામે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમની જળ (Shetrunji Dam in Palitana)સપાટી 22.5 ફૂટે પહોંચી છે. તેમજ જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે હાલમાં પ્રતિ કલાકે 5,684 ક્યુસેક પાણીનો ધસમસતો પ્રવાહ ડેમમાં ઠાલવાઈ રહ્યો છે. ભાવનગર શહેર સહિત અનેક તાલુકાને પીવા તથા ખેત સિંચાઈ માટે પાણી પુરૂ પાડતો સૌરાષ્ટ્ર નો સૌથી મોટા ડેમ પૈકી બીજા ક્રમનો શેત્રુંજી ડેમમાં ચોમાસાના આરંભે જ 41 ટકા જેટલો ભરાઈ ગયો છે. આ ડેમ અવરફલો થાય તો ભાવનગર તથા અમરેલી જિલ્લાના સેંકડો ગામો માટે પીવાના પાણી તથા ખેતી માટે સિંચાઈનો પ્રશ્ન હલ થઈ જાય છે. ગત વર્ષે દસ કરતાં વધુ વખત આ ડેમ ચોમાસાની સિઝનમાં અવરફલો થયો હતો. ગત વર્ષના શિયાળા-ઉનાળાની સિઝન સાથે વર્તમાન ચોમાસા સુધીના સમય સુધી પીવા તથા સિંચાઈનો પ્રશ્ન હલ થયો હતો. હજું પણ ડેમમાં પર્યાપ્ત જળ રાશિ ઉપલબ્ધ છે એ વખતે ચોમાસાની શરૂઆત સારી થતાં આગામી સમય માટે પણ પાણી માટે ઉજળું ચિત્ર ઊભું થયું છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.