Radhanpur Bhilot Road Accident : રાધનપુરનો એક લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં - Accident on Radhanpur Mahemdavad Highway

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 24, 2022, 3:06 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

પાટણ : રાધનપુર મહેમદાવાદ હાઇવે પર ભીલોટ પાસે બે યુવકોના બાઇક અકસ્માતમાં મૃત્યુ થતા (Radhanpur Bhilot Road Accident) ચકચાર મચી ગઈ છે. ઘટના સ્થળ પરના લોકોએ એકત્ર થઇ મૃતક યુવકોનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ જોટાડા ગામથી લાલા ઠાકોર અને સુભાષ ઠાકોર લગ્ન પ્રસંગે રાધનપુરમાં આવેલા હતા. રાધનપુરથી સંબંધીનું બાઈક લઈ મહેમદાવાદ ખાતે રહેતા પોતાના સગાવ્હાલાને ત્યાં મળવા માટે ગયા હતા. સગાને મળી તેઓ મહેમદાવાદથી (Accident on Radhanpur Mahemdavad Highway) બાઈક લઈ રાધનપુર તરફ જવા નીકળ્યા હતા. તે દરમ્યાન મહેમદાવાદથી ભીલોટ રોડ ઉપરથી પસાર થતા હતા, ત્યારે વળાંકમાં અચાનક સામેથી આવતા અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા યુવાનોનું બાઈક સ્લીપ મારી જતા બંને યુવકો રોડ પર પટકાતા મૃત્યુ (Radhanpur Road Accident Death) નીપજ્યું હતુ. અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ હૈયાફાટ રૂદન કરતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.