રાષ્ટ્રપતિ મુર્મુ માઉન્ટ આબુ મુલાકાતે, બ્રહ્માકુમારીઝ આયોજિત કાર્યક્રમમાં લીધો ભાગ - Droupadi Murmu program in Mount Abu
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu) બે દિવસીય માઉન્ટ આબુની મુલાકાતે છે. મંગળવારે રાષ્ટ્રપતિ માનપુર હેલિપેડ પહોંચ્યા હતા, ત્યાંથી તેઓ બ્રહ્માકુમારીઝ સંસ્થામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા આવી (Droupadi Murmu program in Mount Abu) પહોંચ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવમાંથી સુવર્ણ ભારતની થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજસ્થાનના પ્રધાન વી.ડી.કલ્લાજી, મુન્ની દેવી, સહિત બ્રહ્માકુમારીના આગેવાનો હાજર રહ્યા હતા. આધ્યાત્મિક સશક્તિકરણથી સ્વર્ણિમ ભારતના ઉદ્દેશ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ રોડ માર્ગે માઉન્ટ આબુ જશે અને રાત્રી રોકાણ જ્ઞાનસરોવરમાં કરશે. (President Droupadi Murmu visits Mount Abu)
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST