ભાવનગર ઇજનેરી કોલેજમાં ગણતરી પહેલાની વ્યવસ્થા, રાજકીય મેળાવડા જામ્યા - ગુજરાત ચૂંટણી પરિણામો 2022 લાઇવ અપડેટ્સ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 11:57 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ભાવનગરની ઇજનેરી કોલેજમાં (Gujarat Assembly Election 2022) અલગ અલગ સાત સ્થળો પર સાત બેઠકની ગણતરીની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઇજનેરી કોલેજમાં EVM રાખવામાં આવેલ હોઈ SRP અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણતરીનો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્યારે સવારથી રાજકીય(Election Result 2022 Live Counting ) કાર્યકરો,ઉમેદવારો અને નેતાઓ સવારથી અડીખમ છે. ગણતરીની મિનિટમાં 8 કલાકે પ્રારંભ થશે. ભાવનગર ઇજનેરી કોલેજમાં(Bhavnagar Engineering College) મતગણતરીમાં રાઉન્ડ જોવામાં આવે તો મહુવા 17,તળાજા 19,ગારીયાધાર 18,પાલીતાણા 23 ,ભાવનગર ગ્રામ્ય 23, ભાવનગર પૂર્વ 18 અને ભાવનગર પશ્ચિમ 18 મળીને 136 રાઉન્ડ રાખવામાં આવ્યા છે. ટેબલ દરેક બેઠક પર એક સરખા 19 રાખવામાં આવ્યા છે જે કુલ 133 ટેબલ થશે. આ સાથે 1125 કર્મચારીઓ જોતરાવાના છે. ઓબ્ઝર્વર 7, RO 7, ARO 7, ADD ARO 12 , PS 1868 રાખવામાં આવ્યા છે. સવારમાં પ્રથમ કોઈ બેઠકના વિવિપેટ મશીન પાંચ બુથના રેન્ડમલી ખોલવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારની પરવાનગીથી આગળની ગણતરીનો પ્રારંભ થશે. પ્રથમ બેલેટ પેપરથી પ્રારંભ થશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.