PM મોદીના 72માં જન્મદિવસ પર દીર્ઘાયુષ્ય માટે માં અંબેને પ્રાર્થના - વડાપ્રધાન દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા વડનગરના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ (PM Modi Birthday ) રાજ્ય નહીં પણ દેશભર ઉજવી રહ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે પણ તેમના દીર્ઘાયુષ્ય માટે (Prayers and Navchandi Yagya to Maa Ambe) અંબાજી ખાતે મંદિરની યજ્ઞશાળામાં (Ambaji temple Yagnashala ) નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવાયેલા કેટલાક ઐતિહાસિક નિર્ણયોની (Historic decisions taken by PM Modi) સરાહના કરીને આગામી સમયમાં વધુ એવાજ ઐતિહાસિક નિર્ણયો લે તેના માટે તેમના દીર્ઘાયુષ્ય માટે માં અંબેને પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે નવચંડી યજ્ઞ કરી તેમાં આહુતિ આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ શક્તિપીઠ અંબાજી ધામને પણ રેલવે માર્ગ સાથે જોડવાની જાહેરાત કરી હતી. જે રાજા રજવાડાના સમયમાં ન થયું હોય તેવા નિર્ણય લઈ પછાત વિસ્તારને મોટી ભેટ આપી છે. એટલું જ નહીં તેમના માનમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્યમાં 590 સ્થળોએ રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિવાળું રામ મંદિરના થીમને લઈ રંગોળી બનાવી હતી. અંબાજી આવતા ભક્તોમાં નવું આકર્ષણ ઉભું કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST