Porbandar Crime : સગીરા પર બળાત્કાર કરનાર રાણાવાવનો આરોપી શખ્સ ઝડપાયો - ડીવાયએસપી સુરજીત મહેડુ
🎬 Watch Now: Feature Video
Published : Oct 11, 2023, 3:30 PM IST
|Updated : Oct 11, 2023, 4:07 PM IST
પોરબંદર : રાણાવાવમાં બે સગીરાઓ ટ્યુશન પર જઈ રહી હતી ત્યારે તેની માતા પાસે લઈ જવાનું કહી અજાણી જગ્યાએ લઈ જઈને બળાત્કાર કર્યો હતો. આ કેસના આરોપી આફરીન અસગર કાદરીને ઝડપી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. ગત તારીખ 5 ઓક્ટોબરના રોજ પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે રહેતા આફરીન અસગર કાદરી નામના શખ્સે રાણાવાવની બે સગીરાઓને એક અવાવરુ જગ્યાએ લઈ જઈ તેમાની એક સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો.
ભોળવીને લઇ ગયો હતો : આ શખ્સ બંને સગીરાઓ ટ્યુશનમાં જઈ રહી હતી ત્યારે તેમને ચાલો તમારી માતા બીમાર છે તેમની પાસે તમને લઈ જવાની છે તેમ કહી બાઈકમાં બેસાડી બાદમાં પોતાની પાસે છરી હોવાનું જણાવી મોતની ધમકી આપી અજાણી જગ્યાએ લઈ જઈ બળાત્કાર કર્યો હતો અને ત્યાંથી નાસી ગયો હતો. સગીર પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ આરોપી આફરીન કાદરીને ઝડપી કોર્ટમાં રજૂ કર્યો હતો.
આરોપી પરિણીત : ડીવાયએસપી સુરજીત મહેડુના જણાવ્યા અનુસાર રાણાવાવના બે સગીરાઓને છરીની ધમકી આપી શહેરની સ્વામિનારાયણ સ્કૂલ પાસેથી અવાવરુ જગ્યાએ લઈ જઈ બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાય હતી. જેના આરોપી આફરીન અસગર કાદરી વિરુદ્ધ આઈપીસી કલમ 376(2)(J), 376(3), 363, 366, 506(2) તથા એટરોસિટી એક્ટ ક.(3)(1)(w)(i),3(2)(v),3(2)(va)અને પોકસો ક 4,6,8 સહિત જીપી એક્ટ ક 135 મુજબનો ગુનો નોંધાયો હતો. ગઈ કાલે રાણાવાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસે આરોપી આફરીન અસગર કાદરીને ઝડપી લીધો હતો. 24 વર્ષની ઉંમરનો આફરીન પરિણીત હોવાનું પણ જાણવામાં આવ્યું છે.