પોલીસકર્મીઓ જુગાર રમવા બેઠા ત્યાં ખાખીએ બાજી બગાડી - 4 policemen caught gambling in Ahmedabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 15, 2022, 11:37 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

અમદાવાદ શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે પોલીસ (Ahmedabad Crime) જુગારીઓને પકડી હોય છે, પરંતુ અમદાવાદમાં પોલીસના જવાનો જ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાબરમતી ડી કેબિન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા (State Monitoring Cell Raid Gambling) પાડ્યા હતા. જેમાં 12 જુગારીઓ ઝડપાયા હતા. આ 12 જુગારીઓમાંથી 4 પોલીસકર્મી જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં 1 PSI, 1 ASI, 1 હેડકોન્સ્ટેબલ એમ કુલ 4 જેટલા પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ડી.જી. વિજિલન્સ દ્વારા બાબુ દાઢીના જુગારધામ પર દરોડા (Sabarmati D Cabin Area Gambling) પાડવામાં આવ્યા હતા. અગાઉ અનેક વખત બાબુ દાઢીના જુગારધામ પર દરોડા પડી ચૂકી હોવાની માહિતી સામે આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાય પણ હાજર હતા. આ ઝડપાયેલા પોલીસકર્મીઓમાં એક PSI ખેડાનો અને એક પોલીસકર્મી ક્રાઇમ બ્રાંચનો હોવાની વાત સામે આવી છે. (policeman gambling case in Ahmedabad)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.