શોભાયાત્રામાં જૂથ અથડામણ બાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ, અનેક મોર્ચે પોલીસની તપાસ - Section 144 Applied in Himmatnagar
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા : રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ (Himmatnagar Group Pelted) થયા બાદ પોલીસ દ્વારા સાબરકાંઠામાં ફ્લેગ માર્ચ (Flag March in himmatnagar) કાઢવામાં આવી હતી. આ દરમિયાન, સાબરકાંઠા SP વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું કે, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાની 3 ફરિયાદો નોંધી છે. આ સાથે જ, ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, સંવેદનશિલ જગ્યાઓ પર પોલીસ દ્વારા યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વધુમાં SP વાઘેલાએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા 2 પ્રકારની ટીમ બનાવવામાં આવી છે. જેમાં એક ટીમ પેટ્રોલીંગ ટીમ છે અને બીજી તપાસ કરતી ટીમ છે જે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી રહી છે.
Last Updated : Apr 11, 2022, 3:47 PM IST