પાક સામે ભારતની જીતની ઉજવણી: પુણેમાં 'બેકાબૂ' ટોળાને કાબૂમાં લેવા પોલીસે કર્યો લાઠીચાર્જ - પાક સામે ભારતની જીતની ઉજવણી
🎬 Watch Now: Feature Video
પુણે: T20 વર્લ્ડ કપમાં છેલ્લા બોલ સુધી રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવીને વર્લ્ડ કપની મજબૂત શરૂઆત કરી હતી. વિરાટ કોહલીએ 53 બોલમાં 83 રન બનાવ્યા હતા. તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ જીત બાદ પુણેના નાગરિકો વતી પુણેમાં જશ્ન મનાવવામાં આવ્યો છે. પુણેના નાગરિકોએ કહ્યું છે કે ભારતીય ટીમે આજે અમને દિવાળીની ભેટ આપી છે અને આજે અમે બધા ખૂબ જ ખુશ છીએ. ભારે ભીડને કારણે ટ્રાફિકમાં અવરોધ ઉભો થતાં પોલીસે ક્રિકેટ પ્રેમીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને લાંબા સમય સુધી ઉજવણી કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST