PM Modi Gujarat visit: બનાસકાંઠામાં વડાપ્રધાને કોને કોને નમન કર્યા ? ગલબાકાકાને યાદ કર્યાં
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠામાં વડાપ્રધાને (PM Modi Banaskantha Visit) જણાવ્યું હતું કે, અહીંની માતાઓ બહેનો પશુઓને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. એટલે હું તેમને નમન કરું છું. તેઓ પશુઓને સંતાન કરતા પણ વધારે સારી રીતે સાચવે છે. સાથે જ વડાપ્રધાને ગલબાકાકાને પણ યાદ કર્યા હતાં. બનાસકાંઠાની આ કો-ઓપરેટિવ મુવમેન્ટ સમગ્ર બનાસકાંઠાના ઉજ્જવળ ભવિષ્યનું ગતિશીલ કેન્દ્ર બની ગયું છે. છેલ્લા 7-8 વર્ષમાં ડેરીનો(PM Modi Inaugurated Diyodar Banas Dairy Plant) વિસ્તાર થયો છે. બનાસ ડેરી ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઓરિસ્સા, સોમનાથની ધરતીથી જગન્નાથની ધરતી સુધીના પશુપાલકોને વધુને વધુ લાભ આપી રહી છે. આજે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ ભારત છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST