વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં જોવા મળ્યો જબરા ફેન, મોદીને ગણાવ્યા ખરા સિંહ
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહના દિવસેને દિવસે વધતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં નરોડા ગામથી લઈને ચાંદખેડા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો (PM Modi Fan in Ahmedabad Road Show ) કર્યો હતો. જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ વર્ગના લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા. નરોડામાં રહેતા 15 વર્ષીય કિશોરે પીએમ મોદી માટે ખાસ ચિત્ર બનાવ્યું હતું. 15 વર્ષીય કિશોરે નરેન્દ્ર મોદીને ખરા સિંહ ગણાવ્યા હતાં. કોરોનામાં જ્યારે મંદિર, મસ્જિદ અને ચર્ચ જેવી ધાર્મિક જગ્યાઓ બંધ હતી. ત્યારે વડાપ્રધાન દિલ્હીમાં બેસીને દેશને કોરોનામુક્ત કરાવ્યો તેવી થીમ પર ચિત્ર બનાવ્યું હતું. કોરોના સામે યમરાજ બનીને તેઓએ કોરોનાને ભગાવ્યો હોય તે પ્રકારનું ચિત્ર સાથે જ પીએમ મોદીને ખરાબ અર્થમાં કેપ્ટન ઇન્ડિયા ચિત્ર દ્વારા બતાવવામાં આવ્યા હતાં. 15 વર્ષીય ધ્યાનમ શાહે પોતે પીએમ મોદીનો ખૂબ જ મોટો ફેન () હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે પીએમ મોદીની લોક ચાહના દિવસેને દિવસે બાળકોમાં પણ વધતી જોવા મળી રહી છે. નાના બાળકો પ્રત્યે ખાસ લગાવ હોય તેમ વારંવાર જોવા મળ્યું છે. તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ને લઇ ભાજપના પ્રચાર માટેના રોડ શોમાં આવેલા 15 વર્ષીય કિશોરના તમામ ચિત્રોએ લોકોનું ધ્યાન કેન્દ્રિત ( Second Phase Election 2022 ) કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST