Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરે દર્શનના સમયમાં કરાયો ફેરફાર - પાવાગઢ મંદિર ચૈત્ર નવરાત્રીએ દર્શન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 20, 2023, 2:38 PM IST

પંચમહાલ : ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ આગામી 22મી માર્ચથી શરૂ થઇ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના પર્વને લઈને રાજ્યના મોટા મોટા માતાજીના મંદિરોમાં આરાધના કરવા માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને મા મહાકાળીના મંદિરે પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે. જેને લઈ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ પણ આવનારા ભક્તોને દર્શન માટે કોઈ અગવડ ના પડે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે.

આ પણ વાંચો : Chaitra Navratri 2023 : ચૈત્ર નવરાત્રિના અલગ-અલગ નામ છે, તેથી તેને 'રામ નવરાત્રી' કહેવામાં આવે છે.

શું સમય નક્કી કરાયો : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમિયાન દર્શનનો સમયગાળો નક્કી કરાયો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 22 માર્ચથી 06 એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરાયો છે. ચૈત્રી નવરાત્રિના 16 દિવસ દરમિયાન મંદિર સવારના પાંચથી રાત્રિના આઠ સુધી દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે. તેમજ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે તથા રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિરે દર્શન માટે ખુલ્લું મુકાશે.

આ પણ વાંચો : Chaitra Navratri 2023 : આ દિવસથી શરૂ થશે ચૈત્રી નવરાત્રિ, માતાને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

ચૈત્ર નવરાત્રીનો મહિમા : ચૈત્ર નવરાત્રીને રામ નવરાત્રી અને વસંત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ, તે વર્ષના પ્રથમ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યોના માઈભક્તો પણ પાવાગઢ દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે પાવાગઢ ખાતે ચૈત્ર નવરાત્રિમાં નવ દિવસ સુધી દેવીની પૂજા, અર્ચના અને પૂજા કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.