Navratri 2023: પાટણ ઊંચી શેરીમાં જામી ગરબાની રમઝટ, જુઓ વીડિયો - Navratri 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 22, 2023, 4:28 PM IST
પાટણ: પાર્ટી પ્લોટના ગરબાની ઝાકમઝોળ વચ્ચે આવા શેરી ગરબા જાણે ભુલાઈ રહ્યા છે ત્યારે ઊંચીશેરીમાં આ ગરબાની પરંપરા જળવાઈ રહી છે. પાટણ શહેરના અઘારા દરવાજા પાસે આવેલ ઉંચી શેરી મહોલ્લામાં નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો, યુવક - યુવતીઓ સહિત મહિલાઓ ડીજેના તાલે દાંડિયા સાથે પ્રાચીન પદ્ધતિથી રાસ ગરબા રમ્યા હતા. મહોલ્લાના નાના મોટા તમામ ખેલૈયાઓ હાથમાં દાંડિયા સાથે ડીજેના સંગીતમય ગરબાના તાલે શિસ્તબદ્ધ રીતે અને લાઈનસર ગોઠવાઈને પંચિયા ગરબે રમતા જોવા એક લ્હાવો હતો. નાના બાળકથી લઇને યુવાન અને યુવતીઓ સૌ એક તાલ અને સુર સાથે લયબદ્ધ રીતે સામ સામે દાંડિયા રમીને આગળ વધતા હોય એ રીતે દેશી પદ્ધતિના આ ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.