પંચમહાલ SOGએ કાલોલના એક ગામમાંથી ઝડપ્યા ગાંજાના છોડ -
🎬 Watch Now: Feature Video
Published : Dec 11, 2023, 9:12 PM IST
પંચમહાલ: કાલોલ તાલુકાના રાયણીયા-કરોલી ગામે ઉગાડેલ 1.54 લાખની કિંમતના લીલા ગાંજાના 18 છોડ સહિત એક આરોપીને પંચમહાલ ગોધરા SOG પોલીસે ઝડપી પાડ્યો છે. નાર્કોટીક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પંચમહાલ જિલ્લામા થતી અટકાવવા તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા સક્રીય પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. જેમાં કાલોલ તાલુકાના રાયણીયા-કરોલી ગામે સુથાર ફળીયામા રહેતા કિરીટભાઇ રડતીયાભાઇ નાયકના મકાનની પાછળ આવેલ જમીનમાં તેને સાથે રાખી તપાસ કરતા જમીનમાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ નંગ-18 મળી આવેલ. જેનુ વજન કરાવતા કુલ વજન 15.400 કિલો થયેલ. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તપાસ અર્થે કબજે લઇ આરોપી વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.