મા અંબાજીના દર્શને રાજકોટનો પદયાત્રી સંઘ પહોંચ્યો, 21 વર્ષથી જાળવી પરંપરા - અંબાજીના ચાચર ચોકનું ભક્તિમય વાતાવરણ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 9, 2022, 4:19 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના પાંચમે દિવસે અંબાજીના ચાચર ચોકનું ભક્તિમય વાતાવરણ દર્શનીય બની રહ્યું છે. અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મેળાના આજે પાંચમો દિવસ છે ને આવતી કાલે આ મેળો રાત્રીના 12 કલાકે પરિપૂર્ણ થશે. ત્યારે આજે મોટી સંખ્યામાં ભાવિકભક્તો અંબાજીમાં ઉમટી પડ્યા છે અનેક સંઘોએ અંબાજી યાત્રાએ જવાની વર્ષોની પરંપરા બનાવી દીધી છે. છેલ્લા 21 વર્ષથી રાજકોટનો સંઘ 14 રાતદિવસ પદયાત્રા કરી અંબાજી પહોંચે છે. જે સંઘ આજે અંબાજી મંદિરે પહોચી પોતાની ધજા સાથે માંડવીઓ અર્પણ કરી છે. મહત્વની બાબત છે કે હજી સૌરાષ્ટ્ર પંથકમાં અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળા અંગે સંપૂર્ણ માહિતગાર નથી ત્યારે સૌરાષ્ટ્રમાં પણ માં અંબેનો ડંકો વાગે તેવા પ્રયાસો આ સંઘ દ્વારા કરવામાં આવતા હોય છે. 14 દિવસ ચાલીને અંબાજી પહોંચતા પદયાત્રીઓ અનેક તડકો છાંયડો વેઠીને અંબાજી પહોંચે છે. પણ જ્યારે અંબાજી પહોંચે છે ત્યારે કોઈપણ જાતનો શારીરિક કષ્ટ જોવા મળતું નથી. 1500 ઉપરાંત સંઘો અંબાજી પહોંચે છે પણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે અંબાજી પહોંચતો આ સંઘ જુદો તરી આવતો હતો. Padyatri Sangh of Rajkot to Ambaji on Bhadravi Poonam , Bhadarvi Purnima 2022 , Shaktipith Ambaji Temple
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.