કે એસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ખોટા એડમિશન થયાં હોવાનો NSUIનો આક્ષેપ - ગુજરાત યુનિવર્સિટી હિમાંશુ પંડ્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 7, 2022, 8:00 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી કે એસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ કોલેજ ( KS School of Management in Gujarat University )આવી ફરી વિવાદમાં આવી છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. કે.એસ.સ્કૂલ ઓફ મેનેજમેન્ટ દ્વારા ખોટી રીતે એડમિશન (NSUI allegations of bogas admission ) આપવામાં આવ્યા છે તેવો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈએ કરેલા આક્ષેપ પ્રમાણે 7 સીટો મેરીટ વગરના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. ઓનલાઇન મેરીટના આધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવાના હોય છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા ખોટી રીતે પોતાના માણસોને એડમિશન આપ્યા હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે NSUI  દ્વારા કુલપતિ હિમાંશુ પંડ્યાને (GU Chancellor Himanshu Pandya ) રજૂઆત કરવામાં આવી હતી. કુલપતિ ( Gujarat University Chancellor Himanshu Pandya ) દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ત્યારે NSUI દ્વારા માંગ છે કે જે વિદ્યાર્થીઓને ખોટી રીતે એડમિશન આપવામાં આવ્યા છે તે રદ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓના પ્રવેશ બાકી છે તેમને મેરીટ પ્રમાણે એડમિશન આપવામાં આવે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.