રાજ્યસરકાર આયોજિત નવમા નોરતે નવરાત્રી મહોત્સવની પુર્ણાહુતી - Navratri festival organized by state government
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી પર્વને મહત્તમ શક્તિપીઠો મા શક્તિ પર્વ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈ રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા યાત્રાધામોમાં પ્રથમ નવરાત્રી માતાના મઢ આશાપુરાથી શરૂઆત કરી હતી ને નવ દિવસની નવરાત્રી વિવિધ પ્રખ્યાત કલાકારો દ્વારા ઉજવાઈ રહી છે. ત્યારે દુર્ગાષ્ટમી એટલે કે આઠમા નોરતે શક્તિપીઠ અંબાજી ખાતે પણ નવરાત્રી શક્તિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈ પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલ અંબાજી પહોંચ્યા હતા ને પ્રથમ તેમણે માં અંબાના નિજ મંદિરમાં દર્શન કરી માતાજી સહીત પૂજારીના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અનુરાધા પૌડવાલએ અંબાજી મંદિર ચાચર ચોકમાં માતાજીની આરતી ઉતારી હતી. આરતી બાદ તેમણે સ્લોક સ્તુતિ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ચાચર ચોકમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું જેમાં ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબાની મોજ માણતા જોવા મળ્યા હતા. અંબાજી ચાચર ચોકમાં આઠમા નોરતે અનુરાધા પૌડવાલ અમી પ્રજાપતિ સહિત સંગીતકારો દ્વારા યોજાયેલા આ નવરાત્રી પર્વ ને લઈ ખેલૈયાઓ માં પણ ભારે ખુશી જોવા મળી હતી. Navratri Festival Shaktipeeths Youth Service and Cultural Activities Gandhinagar Ashapura Mata Madh Banaskantha Ambaji Temple Navratri festival organized by state government Ninth Day Navratri festival
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST