ગોઝારો હાઈવેઃ નવા વર્ષેમાં પણ નવસારીમાં અકસ્માતોની વણઝાર - Navsari number of accidents has increased
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17387177-thumbnail-3x2-nav-aspera.jpg)
નવસારીમાં અકસ્માતોની હારમાળા(Increase in number of accidents in Navsari) નવા વર્ષે પણ ગુથાઈ નવસારીમાંથી પસાર થતા 50 કિમી લાંબા નેશનલ હાઇવે નંબર 48 પર રણોદ્રાથી વેસ્મા નજીકનો વિસ્તાર અક્સ્માત ઝોન(Navsari accidents Zone) બની રહ્યો છે. ગત વર્ષના અંતિમ દિવસે કાર અને બસ (Accidents in Navsari) વચ્ચે થયેલા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા બાદ વહેલી સવારે ફરી એજ પ્રકારે સર્જાયેલા અકસ્માતમાં સ્કોડા કાર પાંચ પલટી મારી, ડીવાઈડર કૂદીને સામેના ટ્રેક પર ટ્રક સાથે ભટકાતા કારનો ખુરદો બોલી ગયો હતો. છતાં કારમાં સવાર પારેખ પરિવારના પાંચેય સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષ દરમિયાન હાઇવે પર થયેલા(Navsari number of accidents has increased) અકસ્માતોમાં 65 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. નેશનલ હાઇવે નંબર 48 પર રણોદ્રા પાટિયાથી પરથાણ ગામ સુધીનો વિસ્તાર અક્સ્માત ઝોન બની રહ્યો છે. આજે સવારથી સાંજ સુધીમાં આ વિસ્તારમાં ત્રણ અકસ્માતો નોંધાઈ ચુક્યા છે, જેમાં 6 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત થવા પાછળ નિષ્ણાતો રોડ એન્જિનિયરિંગમાં ક્ષતિ, વધુ પડતા અને નાના કટ, નશો કરીને વાહન ચલાવવું, ઓવરટેક તેમજ આરામ કર્યા વિના સતત વાહન ચલાવતા રહેવુ જેવા કારણોને માને છે. નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નં. 48 પર ગત વર્ષ દરમિયાન 52 થી વધુ અકસ્માતોમાં 65 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે અક્સ્માત અટકાવવા રણોદ્રાથી વેસ્મા આસપાસના વિસ્તારને બ્લેક ઝોન જાહેર કરવા તંત્ર વિચાર કરી રહ્યુ છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST