ગણદેવીના માલધારી સમાજે કર્યો અનોખો વિરોધ, આપી મામલતદાર કચેરીએ ખીર - Maldhari society decides no distribute milk

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 21, 2022, 8:09 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

નવસારી ગુજરાત સરકાર દ્વારા મુદ્દે બનાવવામાં આવેલા કાયદાનો ગણદેવી તાલુકાના માલધારી સમાજ (Ganadevi taluka Maldhari Samaj) દ્વારા પંદરસો લિટર દૂધ નહીં ભરીને તે દૂધની ખીર બનાવી શાળા હોસ્પિટલ તેમજ મામલતદાર કચેરીમાં ખવડાવીને કાયદાનો વિરોધ (Navsari Maldhari Society Protest ) કર્યો હતો. રસ્તા પર રખડતા ઢોર માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાના (Stray Cattle Act by Gujarat Government) વિરોધ સાથે આજે માલધારી સમાજ દ્વારા કોઈને પણ દૂધ નહીં ભરવાનો તેમજ દૂધનું વિતરણ નહીં કરવાનો નિર્ણય (Maldhari society decides no distribute milk) કર્યો છે. નવસારીના ગણદેવી તાલુકાના મોટી સંખ્યામાં ભેગા થઈ માલધારી સમજે 1500 લિટર દૂધ નહિ ભરીને દૂધની ખીર બનાવી હતી. આ ખીર ગણદેવી તાલુકાના અલગ અલગ વિસ્તારની શાળાઓ તેમજ આશ્રમશાળાના બાળકોને હોસ્પિટલમાં દર્દીઓને ખવડાવી હતી, તેમજ મોટી સંખ્યામાં માલધારી સમાજ મામલતદાર કચેરીએ પહોંચી કચેરીમાં કર્મચારીઓ અને અધિકારીઓને ખીર ખવડાવીને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ રખડતા ઢોર બાબતે બનાવેલો કાયદો રદ કરવાની પણ તેઓએ માંગ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.