મધ્યપ્રદેશથી ચોરી કરવા આવતી રંગીન મિજાજી ચોર ગેંગ ઝડપાઇ, જાણો કેવી હતી મોડસ ઓપરેન્ડી - નવસારી ક્રાઇમ ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 11, 2022, 9:12 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

નવસારીના પોશ એરિયામાં કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ (Theft cases in Navsari ) વધી ગઇ હતી જેને લઇને પોલીસે સઘન તપાસ શરુ કરી હતી.નવસારી એલસીબીએ ( Navsari LCB ) સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતાં તેનો રેલો મધ્યપ્રદેશ સુધી લંબાયો હતો. દરેક રાજ્યોમાં ઘર ફોડ ચોરી કરતી મધ્યપ્રદેશના જાંબુવા ગેંગના ( MP Thief Gang )ત્રણ ઇસમોને મુદ્દા માલ સાથે એલસીબીએ દબોચી લીધા હતાં. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ મધ્યપ્રદેશથી વાહન લઈને ચોરી કરવા માટે નીકળતા હતાં અન્ય જિલ્લામાં એન્ટર થતા તેઓ પોતાની કારને ભાગવામાં સફળતા મળે એવી સુરક્ષિત સ્થળે પાર્ક કરી ચોરી કરવા માટે ફરતા હતા. ચોરીમાં જે કંઈ પણ સોનાચાંદી લૂંટે તે સ્થાનિક સોનીને આપી રંગીન મિજાજી ચોરો રોકડી કરી મુંબઈમાં મોજશોખ માટે ઉપડી જતા હતાં. તેઓની દરેક ગતિવિધિ પર ટેકનિકલ સર્વેલન્સ રાખી ત્રણ આરોપી અનશિંગ કામલિયા, અજય કામાલિયા. નારકુ કામાલિયાં ધરપકડ કરી ભરૂચ, વલસાડ અને જલાલપોર પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ રંગીન મિજાજ ચોરોએ મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં પણ મોટી ચોરી કરી હોવાની ( Navsari Crime News ) કબૂલાત કરી છે. ત્રણેય પાસેથી ચોરીના મોબાઇલો, 3,50,000 કિંમતની બોલેરો ગાડી ચોરીને અંજામ આપવા માટેના સાધનો મળી કુલ 4,57,885 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેઓની સાથે ચોરીમાં સંડોવાયેલા અન્ય બે આરોપી વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર કેસની તપાસ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.