નવસારી વિધાનસભા બેઠક ફરી બીજેપીના ફાળે - નવસારી વિધાનસભાની ચાર બેઠકો
🎬 Watch Now: Feature Video

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022) રસાકસી ભર્યા માહોલની વચ્ચે મત ગણતરી યોજાઈ. જેમાં નવસારી વિધાનસભા બેઠક(Navsari assembly seat ) પર ફરી ભાજપે જંગી લીડથી બાજી મારી નવા ચહેરા રાકેશ દેસાઈને નવસારી બેઠકના ઉમેદવારોએ સ્વીકાર્યા.ગુજરાત વિધાનસભાની ચૂંટણી રસાકસી ભરી હોય છે. ત્યારે તેના પરિણામો પણ રસપ્રદ બનતા હોય છે.આજે વિધાનસભા ચૂંટણી 2022 ના પરિણામો સામે આવી રહ્યા છે. જિલ્લામાં કુલ 1184 મતદાન મથકો પર થયેલા મતદાનનું આજે પરિણામ આવ્યું હતું. જેમાં નવસારી વિધાનસભાની ચાર બેઠકો પૈકી નવસારી વિધાન સભા બેઠક પર ત્રિફાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસ અને ભાજપની કાંટાની(Four seats of Navsari Assembly) ટક્કર જામી હતી. જેમાં ભાજપે ગત 2 ટર્મથી વિજય થયેલા પિયુષ દેસાઈને ટિકિટ કાપી અને નવા ચેહરા રાકેશ દેસાઈને ટિકિટ આપી એક નવો દાવ ખેલ્યો હતો. જોકે આ પ્રયોગ ભાજપને ભારી પડી શકે તેમ હતો. કારણ કે કોંગ્રેસે તેમની સામે નવસારીના દીપક બારોટ જેવા જાણીતા ચહેરા ઉપર પસંદગી ઉતારી હતી. પરંતુ આજના પરિણામોએ આમ આદમી પાર્ટીના ઉપેશ પટેલ અને કોંગ્રેસના જુના જોગી દિપક બારોટને રેસમાંથી બહાર કરી રાકેશ દેસાઈ 71990 મતોથી વિજય થયા છે. નવસારી જિલ્લામાં થયેલ 71.10 ટકા મતદાનનું પરિણામ બાદ પણ બેઠકોમાં કોઈ પણ જાતના ફેરફાર જોવા મળ્યા નથી.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST