આધ્યામિકમાં કાયદો, ગરબા રમતા ખેલૈયાઓને પગમાં કાંકરા વાગતા મામલો સીધો કોર્ટમાં - United Way Garba ground Court case
🎬 Watch Now: Feature Video
વડોદરા શહેરના પ્રખ્યાત યુનાઈટેડ વે ના ગરબા માટે ખેલૈયાઓમાં (Navratri in Vadodara) અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ નવરાત્રીના પહેલા જ દિવસે યુનાઈટેડ વે ના ગરબા ગ્રાઉન્ડમાં પહોંચતાની સાથે ખેલૈયાઓ નિરાશ (Navratri 2022 in Vadodara) થયા હતા. ગરબા ગ્રાઉન્ડમાં સાફ સફાઈના અભાવે મોટી મોટી કાંકરીઓ વાગતા ખેલૈયાઓએ લયબદ્ધ નારા લાગ્યા હતા. ખેલૈયાઓ દ્વારા કરવામાં આવેલી નારેબાજીનો વિડિઓ (Vadodara United Way Garba ground) વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ મામલો હવે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પહોંચ્યો છે. વડોદરાના એક ખેલૈયા દ્વારા યુનાઈટેડ વે ઓફ બરોડાના સંચાલકો સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ બનાવને લઈને ગઈકાલે ખેલૈયાઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં પથ્થર પથ્થરના નારા લગાવવામાં આવ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. ત્યારે હવે આ મામલે ફરિયાદ થતા ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. United Way Garba ground Court case, Consumer Protection Court Garba Case
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST