ઓપન ગુજરાત રંગસંગ રાસોત્સવ 2022માં ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા - Porbandar Open Gujarat Rangsang Rasotsav

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 27, 2022, 10:56 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

પોરબંદર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ સમસ્ત Chopati Cricket Ground Navratri ખારવા સમાજ આયોજિત ઓપન ગુજરાત રંગસંગ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરની એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, પટેલ કોમર્સ એકેડમી, સંસ્કૃતિ પર્ફોર્મિંગ આર્ટ અને ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સેવા, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને શિક્ષણના પ્રચાર હેતુથી ભવ્ય આયોજન Navratri 2022 in Porbandar કરાયું હતું, ત્યારે આ ઓપન ગુજરાત રંગસંગ રાસોત્સવ નવરાત્રીનો રંગ જમાવવા ગુજરાતના જાણીતા કલાકારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો બીજી તરફ પોરબંદરના ગરબાના ધુરંધરો ખેલૈયાઓ, જગદંબાના ઉપાસકો અને નવરાત્રી પ્રેમી બાળકો, યુવક, યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ અવસરે ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા હતા. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયા, સમસ્ત ખારવા સમાજના વણોટ પવન શિયાળ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ કમલેશ ખોખરી વગેરેઓએ ઉપસ્થિત રહી આયોજકોને ઓપન ગુજરાત રાસોત્સવ માટે શુભેચ્છા પાઠવી હતી. Porbandar Open Gujarat Rangsang Rasotsav 2022, Navratri in Porbandar
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.