નવા નવા ગરબા સાથે પાટણનું યુવાધન હિલોળે ચડ્યું - Patan Rankar Garba Festival
🎬 Watch Now: Feature Video
પાટણ શહેરના વિવિધ શેરી, મહોલ્લા, પોળો અને (Navratri in Patan) સોસાયટીઓ તેમજ ખાનગી પાર્ટી પ્લોટમાં અંબા ભવાનીના નોરતાની રંગત જામતી જાય છે. ભક્તિ શક્તિનો માહોલ સોળે કલાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે રોટ્રેક્ટ ક્લબ દ્વારા આયોજિત રણકાર ગરબા મહોત્સવમાં ચોથા નોરતે ખેલૈયાઓએ ગરબાની જુદી જુદી સ્ટાઈલ સાથે ધૂમ મચાવી હતી. ત્યારે પાટણ શહેરના પાર્ટી (garba steps 2022) પ્લોટમાં આયોજીત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી . ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. રસીયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી...ના તાલે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ખેલૈયા રાસ ગરબે ઘૂમ્યા હતા. આ ઉપરાંત (Navratri 2022 in Patan) નવા નવા ગરબા સાથે પાટણનું યુવાધન હિલોળે ચડ્યું હતું. (Patan Rankar Garba Festival)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST