Kutch News: ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં વિધિવત શસ્ત્રપૂજન કરવામાં આવ્યું - માથે તિલક
🎬 Watch Now: Feature Video
Published : Oct 24, 2023, 7:45 PM IST
ભુજઃ વિજ્યાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રોની વિશેષ પૂજા કરવામાં આવે છે. આજના દિવસે ભુજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રોની વિધિવત પૂજા કરવામાં આવી છે. જેમાં રાયફલ, એ કે ફોર્ટી સેવન, થ્રી નોટ થ્રી , પિસ્તોલ, તલવાર જેવા હથિયારોનું શસ્ત્રપૂજન કરવામાં આવ્યું. શસ્ત્રોના આ વિશેષપૂજનમાં પશ્ચિમ કચ્છના એસપી મહેન્દ્ર બગડીયા ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્રો ઉપરાંત પોલીસના અશ્વદળના અશ્વોનું કંકુ તિલક અને ગોળ ખવડાવીને પૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા ફાળવાયેલા શસ્ત્રોનો ઉપયોગ આસુરી તત્વોને ડામવા અને કાબૂમાં લેવામાં સફળ રહે તે માટે આ પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસને પ્રભુ વધુ શક્તિ આપે તે માટે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે.
દશેરા એટલે સત્યનો અસત્ય પર વિજય. શસ્ત્ર અને અસ્ત્ર બંને દૈવી રુપ છે તેઓ માત્ર નિર્જીવ હથિયાર નથી. તેથી જ પોલીસના એક એક હથિયારની અહીં પૂજા કરવામાં આવી છે...એ.આર. ઝનકાત(ડિવાયએસપી)