Navratri 2023 in Rajpipla : નર્મદાના રાજપીપળામાં નવરાત્રિના પ્રથમ દિવસે બાલિકા ગરબાએ રમઝટ બોલાવી - રમઝટ
🎬 Watch Now: Feature Video


Published : Oct 16, 2023, 5:33 PM IST
નર્મદા: ગુજરાતનું ગૌરવ ગરબા એ ગુજરાતીના રોમમાં રોમમાં જન્મજાત વસેલા હોય છે. વળી હાલ ગરબાની મોસમ એટલે કે દુનિયાનો સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રિ ચાલી રહી છે. મા શક્તિની આરાધનાના પર્વે સહુ કોઈ ગરબા રમવામાં તલ્લીન થઇ જાય છે. અસલ બે તાલીના ગરબાએ હવે મસમોટા અવાજમાં વાગતા સંગીત સાથે કદમ મિલાવ્યા છે ત્યારે મોટેરા તો મન મૂકીને આ ગરબા ગાઈ લે છે, પણ નાના બાળકો પણ આ ગરબાથી વંચિત ન રહે અને ગુજરાતની આ ઓળખને નાનપણથી જ સમજે અને સ્વતંત્ર રીતે ગરબે રમી શકે તે માટે નર્મદાના રાજપીપળામાં સંસ્કાર યુવક મંડળે કાછીયાવાડ વિસ્તારમાં અંબા માતાજી મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે. અહીં 5 વર્ષથી માંડી 15 વર્ષના બાલિકાઓ પોતાની આગવી રીતભાતથી સ્વતંત્ર રીતે ગરબા રમે છે સાથે દરેક બાલિકાને લહાણી પણ આપવામાં આવતા બાલિકાઓ પણ હોંશેહોંશે ગરબા ગાય છે અને અનેરો આનંદ પણ એમને મળે છે.