Narmada BJP ST Morcha Seat : નર્મદામાં વિધાનસભાની ચૂંટણીને ભાજપની ઝલક મળી જોવા - BJP National Executive Meeting
🎬 Watch Now: Feature Video
નર્મદા : કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 ખાતે ભાજપના ST મોરચાની (Narmada BJP ST Morcha seat) રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી હતી. રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષ દ્વારા આ બેઠકનું દીપપ્રાગટય કરી શુભારંભ (BJP National Executive Meeting) કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ST મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઉરાવ, રાજ્યના કેબિનેટ પ્રધાન નરેશ પટેલ, આદિજાતિ વિકાસ પ્રધાન સાથે દેશના અલગ અલગ રાજ્યના અધ્યક્ષ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ST મોરચા દ્વારા ક્યાં પ્રકારનું (Kevadia BJP Seat) આયોજન રાખવામાં જે વિશે ચર્ચા કરવામાં આવી હશે. તેમજ દાહોદ ખાતે રાહુલ ગાંધીની આદિવાસી પટ્ટામાં સભાને લઈને ગુજરાત પ્રદેશ ST મોરચાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓના ઉત્થાન માટે હંમેશા કાર્યશીલ રહી છે. 27 ST વિધાનસભા બેઠકમાં ભાજપની જીત પાક્કી છે. રાહુલ ગાંધી આવે કે AAP, BTPનું ગઢબંધન થાય ભાજપને કોઈ ફરક પડવાનો નથી, જીત પાક્કી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST