વર્લ્ડ કપ 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની બ્લ્યૂ જર્સી પહેરીને આવેલા દર્શકોનું ઘોડાપૂર, જુઓ વીડિયો... - આઈસીસી વર્લ્ડ કપ 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 19, 2023, 1:29 PM IST
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત તથા ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ યોજાવાની છે, જેને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફાઇનલ મેચ પર આખી દુનિયાની નજર છે. ત્યારે દેશ અને વિદેશમાંથી ફાઇનલ મેચના મહા મુકાબલાના પ્રત્યક્ષ સાક્ષી બનવા ઉમટી પડ્યાં છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું આસપાસનું વાતાવરણ ટીમ ઈન્ડિયાની બ્લ્યૂ જર્સી પહેરીને આવેલા દર્શકોથી ઉભરાઈ રહ્યું છે. ત્યાકે સ્ટેડિયમ બહારના એરિયલ વ્યૂ સામે આવ્યો છે, જેમાં અમદાવાદની ધરતી જાણે બ્લ્યૂ રંગના રંગે રંગાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે, ક્રિકેટપ્રેમીઓમાં અનહદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌ કોઈના મુખમાં ટીમ ઈન્ડિયાની જીતના શબ્દો ગુંજી રહ્યાં છે, ક્રિકેટપ્રેમીઓ ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા માટે ખુબ જ અધિરા બન્યાં છે.