BJP News: ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 2100થી વધુ અગ્રણી-કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ આજનો દિવસ ગુજરાત ભાજપ અને કમલમ માટે ખાસ રહ્યો છે, બહુ વ્યસ્ત પણ રહ્યો. તેનું મુખ્ય કારણ છે કે અન્ય પાર્ટીઓમાંથી આવેલા 2100થી વધુ અગ્રણી અને કાર્યકર્તાઓનું ભાજપમાં જોડાણ. ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પક્ષાંતર કરીને ભાજપમાં ભળી ગયા છે. આ 2100થી વધુ લોકોને ભાજપમાં જોડાવાના કાર્યક્રમમાં ભાજપ દિગ્ગજો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખુદ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભગવો ખેસ અને ટોપી પહેરાવીને 2100થી વધુ લોકોનું ભાજપમાં સ્વાગત કર્યુ હતું.
કોણે કર્યુ પક્ષાંતર?: આજે ગુજરાતના કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 2100થી વધુ અગ્રણી અને કાર્યકરો ભાજપમાં ભળી ગયા છે. જેમાં 12 જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, 42 તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, 5 કોર્પોરેટર્સ, APMCના 3 ચેરમેન, 50 સહકારી આગેવાન, વિવિધ મંડળીઓના કાર્યકરો તેમજ જિલ્લા સ્તરના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે. કુલ 40 બસોમાં આ 2100થી વધુ અગ્રણીઓ કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા હતા.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં વિશ્વાસ મુકીને અન્ય પક્ષના 2100થી વધુ અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે. જેમાં જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, કોર્પોરેટર્સ, સહકારી આગેવાનો, એપીએમસીના ચેરમેન વગેરેનો સમાવેશ થાય છે...ભરત બોગરા(પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાજપ, ગુજરાત)