મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં ઝડપી બચાવ કામગીરી કરવા માટે સુરતથી પણ ફાયર ટીમ રવાના - Surat Fire Department team
🎬 Watch Now: Feature Video
મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના ( Morbi Hanging Pool Collapse ) માં અત્યાર સુધી સુધી 150થી પણ વધુ લોકોએ જીવ ( Morbi Bridge Mishap Deathtoll ) ગુમાવ્યો છે. આ દુર્ઘટના બાદ મોરબીમાં બચાવ કામગીરી ( Rescue operations in Morbi ) ચાલી રહી છે. બચાવ કામગીરી ઝડપી થાય આ માટે સુરત ફાયર વિભાગની ટીમ ( Surat Fire Department team ) મોરબી ખાતે રવાના કરવામાં આવી છે. આ ટીમમાં બે ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. ફાયર વિભાગના અધિકારી એસજી ધોબીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ સુરતથી જે ટીમ મોકલવામાં આવી છે. એમાં 10 તરવૈયા એક બોટ એક ફાયરની ગાડી એક એમ્બ્યુલન્સ અને અંડરવોટર ઓક્સિજન સિલિન્ડર સામેલ છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST