મોરબીના મૃતકો પ્રત્યે કથાકાર મોરારિબાપુએ સંવેદના વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ આપી - ETV BHARAT GUJRAT મોરબી ખાતે પૂલ તુટતાં મૃતક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ પૂજ્ય કથાકાર મોરારિબાપુએ આપી હતી
🎬 Watch Now: Feature Video

ભાવનગર: ગુજરાતમાં આજે સાંજે મોરબી ખાતે ઝુલતો પુલ તૂટવાથી 60થી વધારે લોકો મૃત્યુ પામ્યાની આશંકા વ્યક્ત થઇ રહી છે, ત્યારે મળતી માહિતી મૃતકોની સંખ્યા વધી શકે છે. આ અત્યંત કરુણ અને દુઃખદ ઘટનામાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તેમને માટે પૂજ્ય મોરારીબાપુએ રાજસ્થાનનાં નાથદ્વારામાં ચાલી રહેલ રામકથામાંથી શ્રદ્ધાંજલિ (Moraribapu expressed condolences dead of Morbi) અર્પણ કરી છે. મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને મૃતકોનો ચોક્કસ આંકડો નક્કી થયા બાદ પ્રત્યેક મૃતકના પરિજનોને રુપિયા પાંચ પાંચ હજારની સહાયતા રાશિ પણ અર્પણ કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST