Junagadh Rain: જુનાગઢમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ દામોદર કુંડ છલકાયો
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: સમગ્ર રાજ્યમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે ચોમાસાનો પ્રથમ વરસાદ જૂનાગઢ શહેર માટે સચરાચર થઈને આવ્યો હોય તે પ્રકારનો માહોલ આજે જોવા મળ્યો છે. જૂનાગઢમાં 5 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદે ધોધમાર બેટિંગ કરતાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઇ છે. ડેમ એક ફૂટથી વધુ ઓવરફ્લો થયો છે. ગિરનાર પર્વત ઉપર સાત ઇંચ વરસાદ નોંધાયો છે. પાછલા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર પડેલા અતિ ભારે વરસાદને કારણે દામોદર કુંડ પ્રથમ વરસાદમાં જ છલકાયેલો જોવા મળતો હતો. વરસાદના ચાર પાંચ રાઉન્ડ પૂરા થાય ત્યારબાદ આ પ્રકારે દામોદર કુંડનો માહોલ જોવા મળતું હોય છે પરંતુ આ વર્ષે પ્રથમ વરસાદે જ દામોદર કુંડને છલકાવી નાખ્યો છે. જે સ્પષ્ટ કરે છે કે ગિરનાર પર્વત પર જૂનાગઢ શહેરની સરખામણીએ 10 ઇંચની આસપાસ વરસાદ પડ્યો હશે તો આ પાણીનો પ્રવાહ વરસાદના રોદ્ર સ્વરૂપને પણ દર્શાવી આપે છે.