Monsoon Gujarat 2022: બોરતળાવમાં નવા નીર આવ્યા, બગડ ડેમ ફરી ઓવરફ્લો થયો - Bagad dam on boom

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 8, 2022, 1:47 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

ભાવનગર શહેરમાં 7 જુલાઈના રોજ સવારથી મેઘરાજાની (heavy rain in Bhavnagar)પધરામણી થઈ ગઈ હતી. 12 કલાકે શહેરના કેટલાક વિસ્તાઓમાં વરસાદ ધોધમાર( Monsoon Gujarat 2022)વરસ્યો હતો. આ સાથે જિલ્લામાં જોઈએ તો સાંજના 6 કલાક સુધીમાં તળાજા 66 mm,મહુવા 65 mm,સિહોર 63 mm,વલભીપુર 41 mm,પાલીતાણા 36 mm,ગારીયાધાર 21 mm અને ઉમરાળા 16 mm વરસાદ નોંધાયો હતો. 10 તાલુકામાંથી 7 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતો ખુશખુશાલ છે. અડધો ઇંચથી લઈને અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં વરસાદ ધીમીધારે વરસ્યો હતો. પરંતુ સાંજ થતા બોરતળાવમાં નવા નીર ધસમસતા આવતા જોઈ લોકો અને ખેડૂતોમાં આનંદ (Mahuva Bagad Dam)જોવા મળ્યો હતો. ભીકડા કેનાલમાંથી( Rain In Gujarat )પાણી બોરતળાવમાં ધસમસ્તુ આવતા લોકોએ વિડીયો બનાવ્યા અને પાણીના વધામણા કર્યા હતા. બોરતળાવની સપાટી 32.9 હતી જે 10 ઇંચના વધારા સાઠવા કુલ 33.7 ફૂટે પોહચી ગઈ છે. ભાવનગર શહેરને 20 થી 22 ટકા પીવાનું પાણી મહાનગરપાલિકા બોરતળાવમાંથી ઉપયોગમાં લેવાય છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.