Mineral theft in Rajkot: ઉપલેટા મામલતદારે વાહન ચેકિંગ દરમિયાન ખનીજ ચોરી કરતી બે ટ્રકો ઝડપી - Upleta Police
🎬 Watch Now: Feature Video
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની સૂચનાઓ તેમજ ધોરાજી પ્રાંત અધિકારી જયેશ લીખિયાના માર્ગદર્શન હેઠળ ઉપલેટા મામલતદાર ગોવિંદજી મહાવદિયા તેમજ ઉપલેટા મામલતદાર કચેરીના રેવન્યુ સ્ટાફે બિલ્ડિંગ લાઈમસ્ટોન ભરેલા બે ટ્રકને ઝડપી લીધા છે. ઉપલેટા મામલતદાર તેમજ કચેરી (Mineral theft in Rajkot)સ્ટાફે બાતમી આધારે ઉપલેટા, પોરબંદર નેશનલ હાઈવે પર ગણોદ પાટીયે રેવન્યુ ટીમ ખનિજ વહન (Department of Mines and Minerals, Gujarat
)કરતા વાહનોની આકસ્મિક ચેકિંગમાં દરમિયાન ટ્રક નંબર GJ-12-BW-9987ની તપાસમા લાઇમસ્ટોન 41.75 ટનનો રોયલ્ટીવગર અનધિકૃત જથ્થો મળી આવેલ હતો. ઉપરાંત GJ-12-BT-4827 ની તપાસમા પણ તેમને લાઇમસ્ટોન 37.770 ટનનો જથ્થો રોયલ્ટીવગર અનધિકૃત મળી આવેલ હતો જે બાદ મામલતદારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આકસ્મિક વાહન ચેકીંગ દરમિયાન ઉપલેટા (Mineral theft in Rajkot)મામલતદાર તેમજ રેવન્યુ ટીમ દ્વારા ગણોદ પાટીયા પાસેથી ઝડપાયેલા ગેરકાયદેસર બિલ્ડીંગ લાઈમ સ્ટોન ભરેલા ટ્રકોને ઝડપી અને કુલ રૂપિયા 38.59 લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા-પોલીસ હવાલે કરીને બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST